પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી સંસદમાં પ્રથમ સંબોધન કર્યું આ દરમિયાન પીએમ મોદીએ મહિલા અનામત બિલનો ઉલ્લેખ કર્યો પીએમ મોદીએ મહિલા આરક્ષણને નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપ્યું નવા સંસદના વિશેષ સત્રમાં સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું, આ સમય ભૂતકાળના કડવાશને ભૂલવાનો સમય છે. મારા તરફથી તમામને મિચ્છામી દુક્કડમ. પીએમ મોદીએ કહ્યું કે નવી સંસદમાં પણ સંઘવાદનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. રાજ્યોએ આમાં અમને સાથ આપ્યો છે પીએમ મોદીએ કહ્યું કે જૂની ઇમારત (જૂની સંસદ)માં અમે આઝાદીનો અમૃત મહોત્સવ ખૂબ જ ભવ્યતાથી ઉજવ્યો પીએમ મોદીએ કહ્યું મને વિશ્વાસ છે કે નવી સંસદમાં સુવર્ણ શતાબ્દી વિકસિત ભારતની હશે. તેમણે કહ્યું કે આપણે ટેકનોલોજીનો પણ વિકાસ કરવો પડશે. હવે બધું આઈપેડ પર ઉપલબ્ધ થશે. શરૂઆતમાં કેટલાક સાથીઓને આમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ડિજિટલ યુગ છે. આવી સ્થિતિમાં સંસદને પણ તેનો હિસ્સો બનાવવો પડશે.