વિજ્ઞાનીઓ મંગળ પર લોકોને વસાવવાની તૈયારી કરી રહ્યા છે જો કે, તેની જમીન પર પાણી અને હવા ઓછી છે. આ દરમિયાન એક નવા વૈજ્ઞાનિક સંશોધનમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આ મુજબ, એક સમયે આ ગ્રહ પર મહાસાગર હતો. મંગળના મહાસાગરની ઊંડાઈ ઘણી વધારે હતી. અહીં અનેક નદી ખીણોના પુરાવા પણ મળ્યા છે. સવાલ એ છે કે મંગળનું પાણી કેવી રીતે ગાયબ થઈ ગયું? નાસાના જણાવ્યા અનુસાર, જળવાયુ પરિવર્તનને કારણે પાણી ગાયબ થઈ ગયું હવામાનમાં આવેલા મોટા ફેરફારોને કારણે મંગળ શુષ્ક થઈ ગયો છે અહીં માત્ર માટીના ટેકરા અને પથ્થરો જ બચ્યા છે