સોનારિકા ભદોરિયાએ ટીવી સિરિયલ ‘દેવો કે દેવઃ મહાદેવ’માં માતા પાર્વતીની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. અભિનેત્રી સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી છે, જેના કારણે તે ચર્ચામાં છે. સોનારિકાએ થોડા સમય પહેલા જ તેના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે સગાઈ કરી છે. આગામી દિવસોમાં અભિનેત્રી ફિયાન્સ સાથે પણ લગ્ન કરવા જઈ રહી છે. સોનારિકા તેના ભાવિ પતિ વિકાસ પરાશરની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોનારિકા તેના ભાવિ પતિ વિકાસ પરાશર સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે તસવીરમાં વિકાસ પરાશર તેની ગર્લફ્રેન્ડ સોનારિકા ભદોરિયાને હીરાની વીંટી સાથે પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. સોનારિકા ભદોરિયા તેના બોયફ્રેન્ડ સાથેની આ તસવીરોમાં પ્યોર વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ