કઈંક નવું કરવા દેશભરમાં જાણીતા સુરતે આ વખતે કોઈએ વિચાર્યું પણ ન હોય તેવું કર્યુ છે ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવાઇ છે. ગુજરાતમાં 156 સીટ જીત બદલ આ મૂર્તિ બનાવવામાં આવી છે. PM મોદીની મૂર્તિને બનાવવામાં 7 મહિના લાગ્યા છે. 15 થી 20 કારીગરોએ આ મૂર્તિ બનાવવા મહેનત કરી છે. આ મૂર્તિની અંદાજીત કિંમત રૂપિયા 11 લાખ છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે. ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી રેકોર્ડ બ્રેક 156 સીટ જીતી હતી ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આજદિન સુધી આટલી સીટ મળી નથી. જેથી આ મૂર્તિ બનાવાઈ છે.