આ કાર પર 15 કિલો TNT વિસ્ફોટની પણ અસર થતી નથી. કારનો નીચેનો ભાગ પણ કોઈપણ પ્રકારના વિસ્ફોટથી બચવા બખ્તરબંધ છે ગેસ હુમલાની સ્થિતિમાં પણ કેબિનમાં અલગ પ્રકારનો વાયુ પૂરો પાડવામાં આવે છે. ટાયરને કોઈપણ પ્રકારનું નુકસાન થાય કે પંચર પડે તેવી સ્થિતિમાં પણ તે ૩૦ કિ.મી. જઈ શકે છે. મેબેકના ફ્યુઅલ ટેન્કને એક ખાસ પ્રકારનું કોટિંગ કરવામાં આવ્યું છે. આ કોટિંગ ગરમીના લીધે થતા છિદ્રોને પોતાની મેળે સીલ કરી દે છે.