વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા.
આ દરમિયાન પીએમ મોદી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને વિશ્વના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
દક્ષિણ આફ્રિકાના વાઇસ પ્રેસિડેન્ટ પોલ માશટાઇલે વોટરક્લોફ એરફોર્સ બેઝ પર મોદીનું સ્વાગત કર્યું
જ્યાં તેમને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું
પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા
પીએમ મોદીને જોઈને ભારતીયોએ હર હર મોદી, ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા
પ્રિટોરિયા હિન્દુ સેવા સમાજના કાર્યકરો અને સ્વામિનારાયણ સંસ્થાના સ્થાનિક એકમ સહિત ભારતીય સમુદાયના મોટી સંખ્યામાં સભ્યોએ પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને કહ્યું કે, જોહાનિસબર્ગમાં વિશેષ સ્વાગત માટે દક્ષિણ આફ્રિકાના ભારતીય સમુદાયનો આભાર