2014: પહેલીવાર વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી જોધપુરી પાઘડી પહેરીને સંબોધન કર્યુ હતું. ત્યારથી દરેક સ્વતંત્રતા દિવસ પર પાઘડી પહેરીને સંબોધન કરે છે.
2015 લાલ અને ઘેરા લીલા રંગ સાથે પીળી પાઘડી સાથે સંબોધન કર્યુ હતું.
2016માં બાંધણી રંગની પાઘડીએ પણ લોકોને આકર્ષિત કર્યા
2017માં પીળી અને લાલ પાઘડી પહેરીને દેશવાસીઓને સંબોઘન કર્યુ હતું.
2018: લાલ દોરી સાથે કેસરી પાઘડી પહેરીને સંબોધન કર્યુ હતું.
2019માં વડાપ્રધાન મોદીએ રાજસ્થાની શૈલીની પાઘડી પહેરી હતી
2020 ના સ્વતંત્રતા દિવસના અવસર પર મોદીએ કેસરી અને સફેદ પાઘડી પહેરી હતી.
2021માં વડાપ્રધાને ભગવા રંગની પાઘડી પહેરી હતી જેના પર લાલ ડિઝાઈન હતી.