પૂનમ પાંડેના નિધનથી માત્ર અભિનેત્રીના ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ આઘાત લાગ્યો છે. અભિનેત્રી હવે આ દુનિયામાં નથી તે સમાચાર પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી, પરંતુ તેની ટીમે આ સમાચારની પુષ્ટિ કરી છે. પૂનમ પાંડેનું 32 વર્ષની વયે સર્વાઇકલ કેન્સરથી નિધન થયું છે. પૂનમના આકસ્મિક નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. પૂનમનું જીવન વિવાદોથી ભરેલું હતું, ત્યારે તેણે પોતાના અંગત જીવનમાં પણ ઘણી પીડાનો સામનો કરવો પડ્યો હતો. પૂનમ પાંડેના જાણીતા વિવાદો પૂનમ પાંડે 2011માં 18 વર્ષની ઉંમરે વિવાદમાં આવી હતી તેણે કહ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે તેના તમામ કપડાં ઉતારી દેશે. એકવાર અભિનેત્રીનો બાથરૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થતાં બધાને આશ્ચર્ય થયું હતું. વાયરલ ક્લિપમાં પાંડે નહાતી વખતે ડાન્સ કરતી જોવા મળી હતી. COVID-19 પ્રોટોકોલને કારણે, કોઈને પણ રસ્તાઓ પર ચાલવાની મંજૂરી નહોતી, તે દરમિયાન પૂનમે તેના પતિ સેમ સાથે બહાર જવાનું નક્કી કર્યું હતું. પૂનમ પાંડેએ સપ્ટેમ્બર 2020માં સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા પરંતુ થોડા જ દિવસોમાં તેણે તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા. 2017માં પૂનમ પાંડેએ પોતાની એપ્લિકેશન 'પાંડે એપ' લોન્ચ કરી હતી. ગૂગલે આ એપને માત્ર એક કલાકમાં જ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી.