અમેરિકન સિંગર રિહાન્ના બીજી વખત પ્રેગ્નન્ટ છે.



તાજેતરમાં સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન રિહાન્નાએ સ્ટેજ પર તેના બેબી બમ્પને પણ ફ્લોન્ટ કર્યો હતો.

હાફટાઇમ સુપર બાઉલ પ્રદર્શન દરમિયાન રિહાન્ના વિશે અફવાઓ હતી કે તે ફરીથી ગર્ભવતી છે.

TMZના અહેવાલ મુજબ ગાયક પર્ફોર્મન્સ દરમિયાન તેના પેટ પર હાથ ફેરવતી જોવા મળે છે.

તેના કપડાંની ઝિપ ખોલી તે તેના બેબીબમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે રિહાના ગર્ભવતી છે.

ગ્રેમી વિનર રિહાન્ના અને તેના બોયફ્રેન્ડ રેપર ASAP રોકીએ વર્ષ 2022 માં તેમના પુત્રનું સ્વાગત કર્યું હતું

સિંગરે પોતાની પહેલી પ્રેગ્નન્સી દરમિયાન પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ દરમિયાન તેણે ઘણા ફોટોશૂટ કરાવ્યા હતા.



રિહાન્ના 2023 સુપર બાઉલ સ્ટેજ પર હિટ કરતી જોવા મળી હતી.

સિંગરે લગભગ સાત વર્ષથી એક પણ આલ્બમ બહાર પાડ્યો નથી.