રવીન્દ્રનાથ ટાગોર વિશ્વના એકમાત્ર એવા કવિ છે જેમણે બે દેશોના રાષ્ટ્રગીત લખ્યા છે.



તેમણે ભારતનું જન-ગણ-મન અને બાંગ્લાદેશનું અમર સોનાર બાંગ્લા રચ્યું હતું.



તો શ્રીલંકાના રાષ્ટ્રગીત પર પણ રવીન્દ્રનાથ ટાગોરની છાપ જોવા મળે છે.



કારણ કે શ્રીલંકાનું રાષ્ટ્રગીત આનંદ સમરકુન દ્વારા લખવામાં આવ્યું છે અને સમરાકૂન ટાગોરના શિષ્ય હતા.



રાષ્ટ્રગીત રવીન્દ્રનાથ ટાગોરે 1911માં રચ્યું હતું.



કોંગ્રેસના 27માં અધિવેશનમાં 1911માં જ પ્રથમ વખત રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.



આઝાદી બાદ 1950માં તેને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો.



દેશને 1947માં બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.



લાલ કિલ્લા પર પહેલીવાર દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો



પછી જન-ગણ-મનની ધૂન પહેલીવાર વગાડવામાં આવી.