જીવન અને મૃત્યુ વચ્ચે 42 દિવસની લડાઈ લડ્યા બાદ આજે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અવસાન થયું છે.

25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવના પિતા રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ પ્રખ્યાત કવિ હતા.

રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે બાળપણમાં તેમને કવિતા સંભળાવવા માટે કહેવામાં આવતું હતું, તેમના જન્મદિવસ પર કવિતાઓ સંભળાવતા હતા.

રાજુ શ્રીવાસ્તવે 80 ના દાયકાથી મનોરંજનની દુનિયામાં સંઘર્ષ કરવાનું શરૂ કર્યું હતું,

રાજુ શ્રીવાસ્તવે અનેક બોલિવૂડ સ્ટાર સાથે કામ કર્યું છે. અમિતાભ બચ્ચનથી તેઓ સૌથી વધુ પ્રભાવિત હતા.

2005થી રાજુ શ્રીવાસ્તવનું ભાગ્ય બદલાઈ ગયું.કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં રાજુ શ્રીવાસ્તવ ગજોધર ભૈયા તરીકે ફેમસ થયા હતા.

રાજુ શ્રીવાસ્તવ અમિતાભ બચ્ચનની મિમિક્રી ખૂબ જ સારી રીતે કરે છે. તેમને પહેલીવાર અમિતાભની નકલ કરવા બદલ ઈનામ તરીકે 50 રૂપિયા પણ મળ્યા હતા

કરિયરની શરૂઆતના દિવસોમાં રાજુ પોતાનું ગુજરાન ચલાવવા માટે ઓટો રિક્ષા પણ ચલાવતો હતો.

કિંગ ખાન શાહરૂખ સાથે કોમેડિયન રાજુ શ્રીવાસ્વતની ફાઈલ તસવીર

શાહરૂખ ખાન સાથે ફિલ્મ બાઝીગરમાં કોલેજ સ્ટુડન્ટની ભૂમિકામાં પણ કામ કર્યું છે.

આ સિવાય તેણે આમ્યા અથની ખરખા રૂપૈયામાં બાબા ચિન ચિન ચુ, વાહ તેરા ક્યા કહેનામાં બન્ને ખાનના સહાયકની ભૂમિકા, મૈં પ્રેમ કી દીવાની હૂંમાં શંભુ, સંજનાના નોકર જેવી નાની ભૂમિકાઓ ભજવી હતી.

પીએમ મોદી સાથે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ