દેશમાં દરેક લોકો 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે રામલલાનો અભિષેક બપોરે 12.15 થી 12.45 વચ્ચે થશે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તો રામલલાના દિવ્ય દર્શન કરી શકશે મંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન માટે સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે શ્રદ્ધાળુઓ સવારે 7 થી 11 વાગ્યા સુધી દર્શન કરી શકશે આ ઉપરાંત બપોરે 2 થી સાંજે 7 સુધી દર્શન કરી શકશે રામલલાની આરતીનો સમય પણ નિર્ધારીત કરવામાં આવ્યો છે પ્રભુ શ્રીરામની આરતી સવારે 6.30 વાગ્યે કરાશે જે બાદ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે આરતી થશે