RRR'ની સફળતા બાદ રામ ચરણ દુનિયાભરમાં લોકપ્રિય બની ગયો છે.

લોકો તેના શાનદાર અભિનયના વખાણ કરે છે.

અભિનેતા ટૂંક સમયમાં હોલીવુડની (Hollywood) ફિલ્મોમાં ડેબ્યૂ કરશે.



પોડકાસ્ટ સેમ ફ્રેગાસો સાથેની તેમની તાજેતરની વાતચીત દરમિયાન રામ ચરણે ખુલાસો કર્યો કે તેઓ હોલીવુડ પ્રોજેક્ટ માટે વાતચીત કરી રહ્યા છે.



ટોલીવુડ અભિનેતાએ એમ પણ કહ્યું છે કે તેના હોલીવુડ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત થોડા મહિનામાં કરવામાં આવશે.



અભિનેતાએ એ પણ શેર કર્યું કે તે જુલિયા રોબર્ટ્સ, ટોમ ક્રુઝ અને બ્રાડ પિટ જેવી હોલીવુડની મોટી હસ્તીઓ સાથે કામ કરવા માંગે છે.



આ વાત ત્યારે સામે આવી જ્યારે રામચરણ ડેવિડ પોલેન્ડ દ્વારા આયોજિત લાંબી ચાલતી DP/30 સીરિઝમાં દેખાયો



રામ ચરણ હાલમાં અમેરિકામાં યોજાનારા ઓસ્કર 2023 માટે તેની ફિલ્મ 'RRR'નું પ્રમોશન કરી રહ્યા છે.



ફિલ્મનું ગીત 'નાટૂ નાટૂ' ઓસ્કાર 2023 માટે નોમિનેટ થયું છે.



અભિનેતા તાજેતરમાં બે લોકપ્રિય હોલીવુડ ટોક શો- ગુડ મોર્નિંગ અમેરિકા અને ક્લટા એન્ટરટેઈનમેન્ટમાં તેની ફિલ્મ વિશે બોલતો જોવા મળ્યો હતો.



તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ