સંગીતા બિજલાનીએ 1980માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. સંગીતા બિજલાની અને સલમાન ખાનની લવ સ્ટોરી તો બધા જાણે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો સંગીતા અને સલમાન લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા તે પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો, જો કે આ લગ્ન તૂટી ગયા. સલમાન સાથેના બ્રેકઅપ બાદ સંગીતના જીવનમાં મોહમ્મદ અઝહરુદ્દીનની એન્ટ્રી થાય છે સંગીતા અને અઝહરુદ્દીનની મુલાકાત 1985માં એક એડ ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી ધીમે ધીમે બંને પ્રેમમાં પડ્યા, પરંતુ અઝહરુદ્દીન પહેલેથી જ પરિણીત હતા અઝહરુદ્દીને પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ 1996માં સંગીતા સાથે લગ્ન કર્યા હતા. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો સંગીતાએ અઝહરુદ્દીન સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ કબૂલ કર્યો હતો. સંગીતાએ ઈસ્લામ કબૂલ કર્યા બાદ પોતાનું નામ બદલીને આયેશા રાખ્યું હતું.