બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને પ્રજ્ઞા જયસ્વાલનો એક નવો મ્યૂઝિક વીડિયો આવનારો છે. ‘મૈ ચલા’ નામના આ નવા વીડિયો સોંગનું ટીઝર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. સલમાન ખાન સાથે બેક ટૂ બેક બે પ્રોજેક્ટ્સ કરનારી પ્રજ્ઞા જયસ્વાલ અનેક કારણોથી ચર્ચામાં બનેલી છે. એક્ટ્રેસે પોતાની સુંદરતાથી ફેન્સનું દિલ જીતી લીધું છે. તે સિવાય સલમાન ખાન સાથે તેના રોમાન્સની પણ ચર્ચા છે. પ્રજ્ઞા જયસ્વાલ સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રીય રહી છે પરંતુ હિંદી ફિલ્મોમાં તે ન્યૂકમર છે. પ્રજ્ઞાએ કરિયરની શરૂઆત વર્ષ 2014માં તમિલ ફિલ્મ વિરતુથી કરી હતી. ફિલ્મ Degaથી તેણે તેલુગુ ડેબ્યૂ પણ કર્યું હતું. પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે.