શરવરી વાઘે પણ ખાસ તસવીરો શરે કરીને ફેન્સને ઘાયલ કરી દીધા છે. શરવરી વાઘે પોતાના ગ્લેમરસ અંદાજમાં તસવીરો શરે કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. હાલમાં એક્ટ્રેસ શરવરી વાઘ વિક્કી કૌશલના ભાઇ સની કૌશલને ડેટ કરી રહી છે. શરવરી વાઘે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ બન્ટી ઔર બબલી 2માં બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, શરવરી વાઘે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સ્ટાઇલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ પર્પલ એન્ડ બ્લેક પ્રિન્ટેડ ડ્રેસ પહેરેલો છે, જેમાં તે ગજબનો લૂક આપી રહી છે. પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે શરવરી હંમેશા ચર્ચામાં રહે છે. શરવરી વાઘ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને અવાર નવાર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. શરવરીના સોશિયલ મીડિયા પર લાખો ફેંસ છે અને તેની તસવીરની આતુરતાથી રાહ જુએ છે. શરવરી વાઘ ભલે ફિલ્મોમાં વધુ ના દેખાઇ હોય, પરંતુ ઇન્ટરનેટ પર પોતાની તસવીરો અને વીડિયોથી હંમેશા સનસની ફેલાવતી રહે છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ