શાહરૂખની લાડલી સુહાના ખાને વ્હાઇટ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના ખાન ટૂંક સમયમાં 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝને લઈને હેડલાઈન્સમાં રહે છે. ઈદના અવસર પર સુહાના ખાનનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તેના કિલર સ્ટાઈલના ફેન્સ પણ દિવાના થઈ ગયા છે. સુહાના ખાન આ દિવસોમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોને લઈને ચર્ચામાં છે. સુહાના ખાને સોશિયલ મીડિયા પર પોતાની ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં સુહાના પરી જેવી સુંદર દેખાઈ રહી છે.