વેબ સીરીઝ 'ધ ફેમિલી મેન'માં પોલીસ ઓફિસરના રૉલમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસ શ્રેયા ધન્વંતરી હાલમાં ખુબ ચર્ચામાં છે શ્રેયાએ હાલમાં પોતાની બૉલ્ડ ફોટોશૂટ વાયરલ કર્યુ છે. શ્રેયા ધન્વંતરીએ જંગલમાં ફોટોશૂટ કરાવ્યુ છે. જેમાં તે પહેલીવાર બૉલ્ડ અવતારમાં દેખાઇ રહી છે. ફેન્સ આ તસવીરો પર ફિદા થયા છે. શ્રેયા ધન્વંતરી યલો કલરના ટૉપમાં ગ્લેમરસ લાગી રહી છે. ફોટોશૂટમાં એક્ટ્રેસે આ દરમિયાન એકથી એક કિલર પૉઝ આપ્યા છે. કેટલીક તસવીરોમાં એક્ટ્રેસ ટૉપલેસ પણ થઇ છે. સ્ક્રીન પર રફ-ટફ દેખાનારી શ્રેયા ધન્વંતરી જંગલ થીમ વાળા ફોટોશૂટમાં કેર વર્તાવી રહી છે, શ્રેયા ધન્વંતરીએ મનોજ વાજપેયીની વેબ સીરીઝ 'ધ ફેમિલી મેન'માં જોયાની ભૂમિકા નિભાવીને દર્શકો પર અલગ છાપ ઉભી કરી હતી. શ્રેયા ધનવંતરીએ હિન્દી ફિલ્મો અને સીરીઝ ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર શ્રેયાના લાખો ફોલોઅર્સ છે. તેમની સાથે તે અવારનવાર તસવીરો શેર કરતી રહે છે. તમામ તસવીર સૌજન્યઃ shreyadhan13 ઈન્સ્ટાગ્રામ