ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને દરેક વિષયનું સંપૂર્ણ જ્ઞાન હતું. જેમાંથી એક વાસ્તુ છે. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને રાજ્યાભિષેક સમયે સુખ-સમૃદ્ધિ માટે વાસ્તુ ઉપાયો જણાવ્યા હતા. શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે ઘર કે રાજ્યમાં પાણીની વ્યવસ્થા તેને ઉત્તર-પૂર્વ દિશામાં કરવી જોઈએ, તેનાથી સૌભાગ્ય મળશે. શ્રી કૃષ્ણે કહ્યું હતું કે હજારો સાપોથી ઘેરાઈને પણ ચંદન હંમેશા પવિત્ર છે, તે ઘરમાં હોવું જ જોઈએ. ઘરમાં ગાયના ઘીનો ઉપયોગ અવશ્ય કરવો. સાથે જ ઘરમાં ઘીની કમી ક્યારેય ન થવી જોઈએ. શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે ઘરમાં મધ હોવું જ જોઈએ. તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ.