સોનાક્ષી સિંહાએ બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી એક ખાસ ઓળખ બનાવી છે. અભિનય સિવાય તે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતી છે. હાલમાં જ સોનાક્ષીએ મુંબઈમાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. હવે અભિનેત્રીએ તેના નવા ઘરમાં ફોટોશૂટ પણ કરાવ્યું છે સોનાક્ષીએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે જેમાં તે બે અલગ-અલગ પ્રકારના ડ્રેસમાં જોવા મળી રહી છે. કેટલાક ફોટામાં તેણે ચેક પ્રિન્ટેડ જેકેટ અને ટ્રાઉઝર પહેર્યું છે. કેટલીક તસવીરોમાં સોનાક્ષીએ મલ્ટી-કલર સાટન ટ્વીલ ડ્રેપેડ સ્કર્ટ સેટ પહેર્યો છે. All Photo Credit: Instagram