Chinki Minki એ લેટેસ્ટ તસવીરો શેર કરી છે સુરભી અને સમૃદ્ધિ ચિંકી અને મિંકી તરીકે જાણીતી છે. બંન્નેને કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'થી લોકપ્રિયતા મળી હતી. ચિંકી અને મિંકીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને બહેનો અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ બંને બહેનો દેખાવમાં ઘણી સમાન છે ઘણી વખત લોકો છેતરાઈ જાય છે કે કોણ ચિંકી અને કોણ મિંકી છે. આ બંને બહેનોની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે ઇન્સ્ટાગ્રામ પર ચિંકી અને મિંકીને 10 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે All Photo Credit: Instagram