મિસ યુનિવર્સ 1994 સુષ્મિતા સેન પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. સુષ્મિતાનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ બંગાળી બૈદ્ય પરિવારમાં થયો હતો. સુષ્મિતાએ 1996માં મહેશ ભટ્ટની દસ્તકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. સુષ્મિતાએ 1999માં ફિલ્મ 'બીવી નંબર વન' કરી હતી, જેમાં સલમાન અને સુષ્મિતાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સુષ્મિતાએ ફિલ્મ આગઝમાં પણ કામ કર્યું હતું, ‘ક્યૂકી મેં ઝુઠ નહીં બોલતા, ફિલહાલ, તુમકો ના ભૂલા પાએંગે’ માં પણ કામ કર્યું 2004માં સુષ્મિતાની ફિલ્મ મેં હૂં ના બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. વર્ષ 2006માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચિંગારી'માં સુષ્મિતાએ બસંતી નામની વેશ્યાની ભૂમિકા ભજવી હતી. 2005 થી 2011 ની વચ્ચે સુષ્મિતાએ લગભગ 12 ફિલ્મોમાં કામ કર્યું. લગભગ 9 વર્ષ પછી સુષ્મિતાએ 'આર્ય' વેબ સિરીઝથી જોરદાર કમબેક કર્યું છે સુષ્મિતા સેન ટૂંક સમયમાં વેબ સિરીઝ 'તાલી'માં જોવા મળશે