આજકાલ લોકો પોતાની પ્રાઈવસીને લઈને ચિંતિત છે. આજકાલ સ્માર્ટફોનમાં વોઈસ કોલ રેકોર્ડિંગ માટે આવી ઘણી એપ્સ ઉપલબ્ધ છે. પરંતુ શું તમે જાણો છો કે પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવો એ એક પ્રકારની ચોરી છે. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે ફોન કૉલ દરમિયાન થોડીક સેકંડ પછી તમને બીપનો અવાજ સંભળાય છે તો તેનો અર્થ એ છે કે કોઈ તમારો ફોન કૉલ રેકોર્ડ કરી રહ્યું છે. જો ફોન કોલ દરમિયાન તમારો ફોન ખૂબ ગરમ થઈ જાય તો આનો અર્થ એ છે કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. કૉલિંગ સામાન્ય કરતાં વધુ ડેટાનો વપરાશ કરે છે તેથી શક્ય છે કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે.