Oppo ટૂંક સમયમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે



. આ ફોનનું નામ OPPO A3 Pro હશે, જેને કંપની 12 એપ્રિલે લોન્ચ કરવા જઈ રહી છે



Oppo A સીરીઝનો આ આગામી ફોન Geekbench બેંચમાર્કની ડેટાબેઝ વેબસાઈટ પર જોવામાં આવ્યો હતો



આ ફોને બેન્ચમાર્ક ટેસ્ટના સિંગલ-કોર રાઉન્ડમાં 904 પોઈન્ટ્સ અને મલ્ટી-કોર રાઉન્ડમાં 2,364 પોઈન્ટ્સ મેળવ્યા છે.



બેન્ચમાર્ક લિસ્ટિંગ અનુસાર, Oppoના આ આવનાર ફોનમાં પ્રોસેસર માટે MediaTek Dimensity 7050 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે



આ ચિપસેટ સાથે આવતા ફોનમાં Oppo Reno 11, Realme 12+ 5G અને Lava Blaze Curve 5G પણ સામેલ છે.



Oppoના આ અપકમિંગ ફોન, Oppo A3 Proમાં પણ સમાન પ્રોસેસર અને 12GB રેમ સુધીનો સપોર્ટ આપવામાં આવી શકે છે



આ ફોન ત્રણ રંગ વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં કાળો, આકાશી વાદળી અને ગુલાબી રંગનો સમાવેશ થઈ શકે છે.



આ ફોનની પાછળ એક ગોળાકાર કેમેરા મોડ્યુલ હશે, જેની આસપાસ સિલ્વર રંગની મોટી રિંગ હશે



આ ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ હશે, જેનો પ્રાથમિક કેમેરા 64MP સાથે આવી શકે છે.