ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ તેના ફેન્સ સાથે તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે કિલર લુકમાં દેખાઈ રહી છે. હાથમાં જામ પકડેલી એક્ટ્રેસનું ફોટોશૂટ પસંદ કરાઇ રહ્યું છે . તસવીરોમાં અભિનેત્રી ગોલ્ડન કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેજસ્વીએ આ ડ્રેસ સાથે ખૂબ જ મિનિમલ મેકઅપ કર્યો છે. અભિનેત્રીની આ તસવીરોને લાખો લાઈક્સ મળી છે. ફેન્સ તેના હોટ લુકના સતત વખાણ કરી રહ્યા છે. All Photo Credit: Instagram