એક્ટ્રેસ કુશા કપિલા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. લગ્નના 6 વર્ષ બાદ કુશાએ પતિ જોરાવરથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર આ વાત કહીને તેના ફેન્સને ચોંકાવી દીધા હતા. એક રિપોર્ટ અનુસાર કુશા ફેમસ કોમેડિયન અનુભવ સિંહ બસ્સીને ડેટ કરી રહી છે. અહેવાલો અનુસાર, બંને હાલમાં જ ગોવામાં રજાઓ માણવા ગયા હતા, જો કે, કુશા અને બસ્સીની ડેટિંગ અફવાઓ વિશે હજુ સુધી કોઈ પુષ્ટી થઈ નથી. અનુભવ સિંહ બસ્સી એક પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. ગયા વર્ષે બસ્સીએ ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'થી કારકિર્દીની શરૂઆત કરી હતી કુશા કપિલાના પહેલા લગ્ન જોરાવર અહલુવાલિયા સાથે થયા હતા. All Photo Credit: Instagram