ટીવીની જાણીતી એક્ટ્રેસ શાઈની દોશીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણે વ્હાઈટ બેકલેસ આઉટફિટમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.

હાલમા શાઈની દોશી નવા રિયાલિટી શો 'The 50' માં સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે

શાઈની દોશીએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી

તેણે સંજય લીલા ભણસાલીની સીરિયલ 'સરસ્વતીચંદ્ર' થી ડેબ્યૂ કર્યું હતું.

જેમાં તેણે 'કુસુમ'નું પાત્ર ભજવ્યું હતું. આ રોલથી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી.

શાઈનીના કરિયરનો સૌથી યાદગાર રોલ પંડ્યા સ્ટોરમાં 'ધારા પંડ્યા'નો રહ્યો છે.

આ સીરિયલ ત્રણ વર્ષથી વધુ ચાલી અને તે ઘરે-ઘરે જાણીતી બની હતી.

તેણે 2017માં 'ખતરોં કે ખિલાડી સીઝન 8' માં ભાગ લીધો હતો.

All Photo Credit: Instagram