બોલિવૂડમાં ઘણા એક્ટર્સ એક્ટિંગની સાથે સિંગિગ પણ કરી ચુક્યા છે. અપારશક્તિ ખુરાના ભાઈ આયુષ્માન ખુરાનાની ફિલ્મ વિકી ડોનરમાં ગીત ઈકવારીમાં સહગાયક હતો. ઋચા ચઢ્ઢાએ 2018માં પંજાબી આલ્બમ ગ્લોબલ ઈંજેક્શન સાથે ગીતની શરૂઆત કરી હતી. આયુષ્માન ખુરાનાને વિક્કી ડોનરના ગીત પાની દા રંગથી સિંગર તરીકે ઓળખ મળી. સોનાક્ષી સિન્હા અત્યાર સુધીમાં ચાર ફિલ્મોમાં ગીત ગાઈ ચુકી છે. ટાઈગર શ્રોફે પૂરી ગત બાત નામનું એક પંજાબી ગીત ગાયું છે. શ્રદ્ધા કપૂરે એક થા વિલન ફિલ્મનું જાણીતું ગીત તેરી ગલિયાંમાં પોતાનો અવાજ આપ્યો છે. આલિયા ભટ્ટે સમજાવા, ઈક કુડી અને હમસફર જેવા લોકપ્રિય ગીત ગાયા છે.