તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના ઘણા કલાકારો અધવચ્ચેથી જ સીરિયલ છોડીને જતા રહ્યા છે તારક મહેતાનો રોલ કરતાં શૈલેશ લોઢાએ પણ શો છોડી દીધો છે ટપુ ઉર્ફે ભવ્ય ગાંધી પણ શોમાં લાંબો સમય રહ્યો હતો, જે બાદ તેણે શો છોડી દીધો મિસેઝ રોશન સિંહ સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રી પણ શોમાંથી વિદાય લઈ ચૂકી છે સોનુ એટલે કે ઝીલ મહેતાએ વર્ષ 2012માં શો છોડ્યો હતો નિધિને સોનુનો રોલ આપવામાં આવ્યો પણ તેને અભ્યાસ પર ધ્યાન આપવા શો છોડી દીધો ગુરુચરણ સિંહે પણ અનેક વર્ષો સુધી રોશન સિંહ સોઢીનો રોલ કર્યો અને 2013માં શો છોડી દીધો રાજ અનડકટે ટપુની ભૂમિકા ભજવી હતી અને 2022માં તેના ગયા બદા નિતેશ ભલાણીને લેવામાં આવ્યો શોમાં દયા ભાભી એટલે કે દિશા વાકાણીએ 2017માં મેટરનિટી લીવના નામ પર રજા લીધી અને બાદમાં પરત ફરી નથી મોનિકા ભદોરિયાએ ઈન્સ્ટાગ્રામ પર શો છોડવાની જાણકારી આપી હતી