એક સરકારી સ્કીમ દર મહિને આપે છે 1000 રૂપિયાનું પેન્શન બે વર્ષ બાદ આ યોજના અંતર્ગત પેન્શન વધીને 1250 રૂપિયા થઈ જાય છે આ યોજના ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જે મહાત્મા ગાંધી પેન્શન યોજના તરીકે ઓળખાય છે આ યોજના માત્ર અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને જ લાભ આપે છે જે સિનિયર સિટિઝનને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવી છે 60 વર્ષથી વધુ વયના લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે તેનો લાભ લેવા માટે તમારી પાસે લેબર કાર્ડ હોવું જોઈએ યોજનાનો લાભ લેવા માટે શ્રમ વિભાગનો સંપર્ક કરી શકાય છે ધારકના મોત થવા પર તેની પત્નીને પેન્શનની રકમ આપવામાં આવે છે