કુમન પટેલ ગુજરાતના જાણીતા યુવા સિંગર છે.

કુમન પટેલનો જન્મ અમરેલીના વડિયા તાલુકાના ઢુંઢીયા પીપળીયા ગામમાં થયો છે.

તેમણે માત્ર 8 વર્ષથી વયથી ગાવાની શરૂઆત કરી હતી.

બાળપણમાં તેમને પેઈન્ટિંગનો શોખ હોવાથી ચિત્રકાર બનવાનું સપનું હતું.

ડાયરો, લોકગીત, ભજન, સંતવાણી, રાસ-ગરબા, લગ્નગીતો, પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતમાં તેમનું પ્રભુત્વ છે.

ગઝલ સમ્રાટ મનહર ઉધાસ સહિત ગુજરાતના અનેક ખ્યાતનામ કલાકારો સાથે કુમન પટેલે પરફોર્મ કર્યુ છે.

ગાયકી સિવાય મ્યુઝિક કંપોઝ અને ગ્રાફીકસ ડિઝાઇનિંગમાં પણ તેમને રસ છે.

ગુજરાતમાં કચ્છ, કાઠિયાવાડ ઉપરાંત સુરત, મુંબઈ, દિલ્હી, કલકત્તા, બેંગ્લોર,જયપુર, ઉદેપુર, ઝારખંડ, છત્તીસગઢમાં પ્રોગ્રામ કર્યા છે.

તસવીર સૌજન્યઃ કુમન પટેલ ફેસબુક