મુંબઇ : એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પ્રેમી જેકી ભગનાની સાથે માલદીવમાં રજા માણી રહી છે. રકુલે માલદીવ વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

રકુલે ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે, જેમાં તે સમુદ્ર કિનારે ફરતી હોવાનું જણાઇ રહી છે.

આ તસવીરમાં રફુલ પ્રીત સિંહ ખૂબ જ સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું કે ' હું સમુદ્ર પાસે ઉધાર લીધેલા રંગોમાં સ્વપ્ન નિહાળું છું.

અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ લોકોએ આ તસવીરને લાઇક કરી છે.

રફુલ બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે થોડા દિવસ પહેલા જ તાજમહાલ જોવા પણ પહોંચી હતી.

તાજેતરમાં રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની માલદીવ ગયા હતા. તેઓએ ગયા વર્ષે રકુલના 31માં જન્મદિવસ પર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના સંબંધોની જાણ કરી હતી.

બંને ઘણીવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.

તાજેતરમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે થોડા સમયથી જેકી ભગનાનીને ડેટ કરી રહી છે. અગાઉ અભિનેત્રીએ કહ્યું હતું કે તે સિંગલ છે.

રકુલ પ્રીતે ખુલાસો કર્યો કે જેકી અને તેણીમાં ખૂબ જ સમાનતા છે તેઓ કામને સમાન રીતે પ્રાથમિકતા આપે છે.

રકુલ પ્રીત સિંહ પાસે સાત જેટલી મોટા બજેટની ફિલ્મો છે

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.