આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી તેની પત્ની Antonella Roccuzzo સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે.
મેસ્સી પોતાના પરિવાર સાથે પેરિસમાં વેકેશન માણી રહ્યો છે. મેસ્સી તેની Antonella Roccuzzoના 34માં જન્મદિવસની ઉજવણી માટે પેરિસ પહોંચ્યો છે.
Antonella Roccuzzo 26 ફેબ્રુઆરીએ 34 વર્ષની થઇ છે. તેનો જન્મ આર્જેન્ટિનાના રોઝારિયામાં થયો હતો.
Antonella Roccuzzoની બર્થ-ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો મેસ્સીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. સાથે તેણે પત્ની પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતો મેસેજ પણ પોસ્ટ કર્યો છે.
મેસ્સીએ લખ્યું કે મારી લાઇફને જન્મદિવસની શુભકામનાઓ. હું તને ખૂબ પ્રેમ કરું છું. તેની પત્નીએ મેસ્સીનો પોસ્ટ બદલ આભાર માન્યો હતો
34 વર્ષીય મેસ્સી અને તેની પત્ની પાંચ વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે. મેસ્સી અને તેની પત્નીનું બાળપણ આર્જેન્ટિનાના રોઝારિયો શહેરમાં સાથે વિત્યુ હતું.
મેસ્સી અને Antonella Roccuzzo 2008થી રિલેશનશીપમાં છે. નવ વર્ષ બાદ બંન્નેએ 2017માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ પુત્રો છે.
ગયા વર્ષે મેસ્સી બાર્સેલોના ક્લબ છોડીને પેરિસ સેન્ટ-જર્મન (PSG)માં જોડાયો હતો. ત્યારથી આ પરિવાર પેરિસમાં રહેવા લાગ્યો છે.
તમામ તસવીરો મેસ્સીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી લેવામાં આવી છે.