લગભગ દરેક મહિલા પોતાના સૌંદર્યને નિખારવા અને જાળવવા કોઈને કોઈ ઉપાય-નુસખા અજમાવતી હોય છે



તેમનો પ્રયાસ માત્ર સુંદર દેખાવાનો જ નથી હોતો, બલ્કે વધતી જતી વયની કરચલીઓ જેવી નિશાનીઓ ખાળવાનો પણ હોય છે.



આમ છતાં બધી સ્ત્રીઓ તેમાં સફળ નથી રહેતી. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ રાત્રે ત્વચાની કાળજી નથી કરતી



રાત્રે ત્વચાની સારસંભાળ માટે આ વાતો રાખો ધ્યાનમાં



રાત્રે સુવા જતી વખતે તમારા ચહેરા પર જરાસરખો મેકઅપ પણ ન હોવો જોઈએ.

ચહેરા પરનો શ્રૂંગાર દૂર કરવા સારી ગુણવત્તાના મેકઅપ રીમૂવરનો ઉપયોગ કરો.

મેકઅપ રીમૂવરનો ઉપયોગ ન કરવો હોય તો મધ સારો વિકલ્પ ગણાય

એક ચમચી મધ લઈને બંને હથેળીમાં લગાવો. હવે આ મધ વડે ચહેરા પર હળવા હાથે ગોળાકારમાં મસાજ કરો



હુંફાળા પાણીમાં રૂમાલ ભીંજવીને તેના વડે ચહેરો લૂછી લો.