સ્ટેચ્યુ ઑફ યૂનિટી (ગુજરાત): આ વિશાળ મૂર્તિની ઊંચાઇ 182 મીટર છે. આ મૂર્તિને 7 કિલોમીટરના અંતરેથી પણ જોઇ શકાય છે.

બુદ્ધ પાર્ક (સિક્કિમ): બુદ્ધની મૂર્તિ 137.2 ફૂટ છે. ભગવાન બુદ્ધની પ્રતિમાના ચહેરો 3.5 કિલો શુદ્ધ સોનેથી મઢેલી છે.

વીર અભય અંજનેયા હનુમાન સ્વામી, આંધ્ર પ્રદેશઃ વિજયવાડામાં આવેલી આ મૂર્તિની ઊંચાઇ 135 ફૂટ છે.

પદ્મસંભવની પ્રતિમા, હિમાચલ પ્રદેશઃ પદ્મસંભવની મૂર્તિની ઊંચાઇ 123 ફૂટ છે. ગુરુ પદ્મસંભવ બુદ્ધ ધર્મના અનુયાયી હતા.

મુરુડેશ્વર મંદિર, કર્ણાટકઃ ઉત્તર કન્નડ જિલ્લામાં મુરુડેશ્વર શહેરમાં સ્થિત શિવજીની મૂર્તિની ઊંચાઈ 123 ફૂટ છે. આ મૂર્તિ દુનિયાની બીજી સૌથી મોટી ભગવાન શિવની મૂર્તિ છે.

હનુમાન મૂર્તિ, હિમાચલ પ્રદેશઃ શિમલામાં સ્થિત જાખૂ પહાડીમાં હનુમાનજીની 108 મૂર્તિ આખા વિશ્વમાં પ્રચલિત છે. તેના દર્શને દેશ-વિદેશથી લોકો આવે છે.

મિંડ્રોલિંગ મઠ બુદ્ધ પ્રતિમા, દેહરાદૂનઃ આ મઠ ઉત્તરાખંડના દેહરાદૂનમાં સ્થિત છે. મંદિરમાં 107 ફૂટ ઊંચી બુદ્ધ પ્રતિમા છે.

સંત તિરુવલ્લુરની મૂર્તિ, કન્યાકુમારી: આ મૂર્તિની ઊંચાઇ લગભગ 133 ફૂટ છે. તેમને દક્ષિણ ભારતના સંત કબીર પણ કહેવામાં આવે છે.

ચિન્મય ગણાધિશ, મહારાષ્ટ્ર: આ મૂર્તિની ઊંચાઇ 85 ફૂટ છે. આ મૂર્તિની સુંદરતા અને વિશાળતા ઘણી જ આકર્ષક છે.

નાંદુરા મારુતિ મૂર્તિ, મહારાષ્ટ્ર: આ મૂર્તિ મહારાષ્ટ્રના નાંદુરા શહેરમાં સ્થિત છે. આ મૂર્તિની લંબાઇ 105 ફૂટ છે. મૂર્તિમાં હનુમાનજીની ગદા 30 ફૂટ લાંબી છે.