અલીબાબા સિરિયલની લીડ એક્ટ્રેસ તુનિષા શર્માએ શનિવારે શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

અભિનેત્રીના મૃત્યુના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા હતા.

માત્ર 20 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહેનાર તુનિષાનો 10 દિવસ પછી જ જન્મદિવસ હતો.

પરંતુ તેના 21મા જન્મદિવસ પહેલા તુનિષાએ આટલું મોટું પગલું ભર્યું.

નાની ઉંમરમાં તુનિષા શર્માએ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું હતું.

તુનિષા ગયા વર્ષે તેના જન્મદિવસના અવસર પર પરિવાર સાથે હતી

તેણે પોતાનો જન્મદિવસ પરિવાર સાથે ધામધૂમથી ઉજવ્યો.

આ તસવીરોમાં તુનિષા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી અને પરિવાર સાથે એન્જોય કરી રહી હતી.

અને હવે તુનિષાની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

તુનિષાની ખુશ તસવીરો જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે હવે આપણી વચ્ચે નથી.