મૌની રોય પતિ સૂરજ નામ્બિયાર સાથે કશ્મીરની વાદીઓમાં હનીમૂન મનાવી રહી છે. મૌની અને સૂરજે હનીમૂની કેટલીક તસવીરો ફેન્સ માટે શેર કરી છે. તેમણે સ્નો સ્કૂટર અને કાવાની પણ મજા માણી હતી. તસવીરોમાં મૌની રોય અને સૂરજ નામ્બિયાર સ્નોફોલનો આનંદ માણતાં જોઇ શકાય છે. મૌનીના તેના હનીમૂનના ફોટાઓથી ઇન્સ્ટાગ્રામ ફીડ્સને છલકાવી રહી છે. નવદંપતીઓ કાશ્મીરની સુંદર ભૂમિમાં હનીમૂન મનાવી રહ્યા છે. મૌનીએ તેની કાશ્મીર ડાયરીઓમાં વધુ તસવીરો ઉમેરી છે નવા ફોટાઓનો પ્રથમ સેટ હૂંફાળું વાતાવરણ બનાવે છે. હળવી હિમવર્ષા દરમિયાન અભિનેત્રી બહાર ઊભી હતી. તેણીએ સિંદૂર પહેર્યું હતું અને શાખા-પોલાની બંગડીઓ બતાવી હતી.