જાણીતા સંગીત સમ્રાટ ઉત્સાદ રાશિદ ખાનનું 55 વર્ષની વયે નિધન થયું છે ઉસ્તાદ રાશિદ ખાન પ્રોસ્ટેટ કેંસરથી પીડાતા હતા કોલકાતાની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી તે વેંટિલેટર અને ઓક્સિજન સપોર્ટ પર હતા ડોક્ટર્સની તમામ કોશિશો છતાં તેમને બચાવી શકાયા નહોતા ઉસ્તાદ રાશિદ ખાનના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો છે તેમનો જન્મ ઉત્તર પ્રદેશના બદાયૂંમાં થયો હતો તેઓ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના ભત્રીજા હતા તેમણે પોતાનું પહેલું સ્ટેજ પરફોર્મેંસ 11 વર્ષની વયે આપ્યું હતું તેણે શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં એક ગીત પણ ગાયું છે. તેણે 'રાઝ 3', 'કાદંબરી', 'શાદી મેં જરૂર આના', 'મંટો' થી 'મીટિન માસ' જેવી ફિલ્મોમાં ગીતો ગાયા છે.