આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે. ઈટાલિયાના નામની જાહેરાત અરવિંદ કેજરીવાલે ટ્વિટથી કરી હતી. ગોપાલ ઈટાલિયા ભાવનગરના ટીંબી ગામના વતની છે. ગોપાલ ઈટાલિયા પોલિટિકલ સાયન્સમાં B.A, LLB સુધીનો અભ્યાસ કર્યો છે. ગોપાલ ઈટાલિયા 2012માં અમદાવાદ સિટી પોલીસમાં પોલીસકર્મી તરીકે જોડાયા હતા. પોલીસકર્મી તરીકે રાજીનામું આપીને લોકોને કાયદાકીય રીતે મદદરૂપ થવાનું કામ શરૂ કર્યું. 2020માં ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા. જે બાદ ઈટાલિયાએ ગુજરાતમાં આપને મજબૂત કરવાનું કામ સંભાળ્યું. કેજરીવાલે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી ગોપાલ ઈટાલિયાને સોંપી. સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસથી વધારે સીટો જીતીને વિપક્ષમાં બેઠી. રાજકારણમાં સક્રિય થયા બાદ ગોપાલ ઈટાલિયાના ઘણા વિવાદ પણ થયા છે. (તમામ તસવીર સૌજન્યઃ gopal_italia ઈન્સ્ટાગ્રામ)