ઉર્ફે જાવેદ સતત પોતાની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે સુંદર લાગી રહી છે. ફોટામાં અભિનેત્રી સેક્સી અને રીવીલિંગ બેકલેસ ટોપમાં જોવા મળી રહી છે. આ લુકમાં ઉર્ફીએ બે ફોટા શેર કર્યા છે. બંને ફોટામાં સૂર્યના કિરણો ઉર્ફીના ચહેરાની ચમક અને સુંદરતામાં વધારો કરી રહ્યા છે. ઉર્ફીએ બ્લુ જીન્સ સાથે બ્લેક બેકલેસ ટોપ પહેર્યું છે. ઉર્ફીના ફોટાને એક કલાકમાં હજારો લોકોએ લાઈક કર્યું છે. ઉર્ફી જાવેદ ભલે કોઈ મોટા પ્રોજેક્ટમાં જોવા ન મળી હોય, પરંતુ અભિનેત્રી તેના સુપર સિઝલિંગ લુકથી ચર્ચામાં રહે છે. તમામ તસવીરો ઉર્ફીના ઇસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.