ઉર્વશી રાઉતેલાએ 15 લાખનો પહેર્યો ડ્રેસ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા મોંઘાદાટ કપડાંને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ ઉર્વશીએ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં ઉર્વશીએ જે આઉટફિટ પહેર્યા હતા, તે ખૂબ જ મોઘાં છે. ઉર્વશી રાઉતેલાની આ તસવીરો અરમાની ફેશન શો દરમિયાનની છે. આ ડ્રેસની કિંમત 15 લાખ રૂપિયા છે. ઉર્વશી રાઉતેલા મિસ યુનિવર્સ 2021ની સ્પર્ધામાં જજ તરીકે જોવા મળી હતી. જેમાં તેણે જે ડ્રેસ પહેર્યો હતો તેની કિંમત અંદાજે 40 લાખ રૂપિયા હતી.