બોલિવૂડ અને ટીવીના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું આજે નિધન થયું છે

વિક્રમ ગોખલે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'અગ્નિપથ'માં જોવા મળ્યા હતા, તેમણે એક ઈન્ટરવ્યુમાં બિગ બી સાથેના પોતાના સંબંધો વિશે જણાવ્યું હતું.

આ દરમિયાન વિક્રમ ગોખલેએ એવો પણ ખુલાસો કર્યો હતો કે અમિતાભ બચ્ચને જ્યારે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેમને સપોર્ટ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, 'જ્યારે મેં આ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. હું આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો અને મુંબઈમાં ઘર શોધી રહ્યો હતો.

અમિતાભ બચ્ચનને આ વાતની જાણ થતાં જ તેમણે ખુદ મહારાષ્ટ્રના સીએમ મનોહર જોશીને પત્ર લખ્યો હતો. તેમની ભલામણ પર જ મને સરકાર તરફથી મકાન મળ્યું હતું.

વિક્રમ ગોખલેનો આખો પરિવાર ફિલ્મી દુનિયા સાથે જોડાયેલો છે. તેની શરૂઆત તેના પરદાદીથી થઈ હતી.

વર્ષ 1971માં રિલીઝ થયેલી 'પરવાના'માં તે પહેલીવાર ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તે વર્ષ 1999માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં પણ જોવા મળ્યા હતા.

. આ ફિલ્મમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે 'અગ્નિપથ', 'દિલ સે', 'ભૂલ ભૂલૈયા', 'દે દના દન', 'હિચકી', 'મિશન મંગલ' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

અભિનયની સાથે, વિક્રમ ગોખલેએ દિગ્દર્શક તરીકે વર્ષ 2010માં મરાઠી ફિલ્મ આઘાત બનાવી હતી.

થિયેટરમાં તેમના યોગદાન બદલ તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.

વર્ષ 2013માં આવેલી મરાઠી ફિલ્મ 'અનુમતિ'માં તેમના શાનદાર અભિનય માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.