સુપરમોડેલ ગીગી હદીદની મારિજુઆના રાખવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

પરંતુ જામીન આપ્યા બાદ તેને છોડી દેવામાં આવી છે.

સુપર મોડલ ગીગી 10 જુલાઈના રોજ કેમેન આઈલેન્ડના પ્રવાસે જઈ રહી હતી.

જ્યાં તે ઓવેન રોબર્ટ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી.

જ્યાં સામાનની તપાસ દરમિયાન તેની બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો.

ગીગી હદીદની નેટવર્થ $30 મિલિયન છે.

ગીગી હદીદ તેના મિત્રો સાથે વેકેશન પર આવી હતી.

કસ્ટમ અધિકારીઓએ એરપોર્ટ પર તેમના સામાનનું સ્કેનિંગ કર્યું તો તેમાં ગાંજો મળી આવ્યો.

28 વર્ષીય ગીગીની ગાંજો રાખવા અને તેનું સેવન કરવાની શંકાના આધારે ધરપકડ કરાઈ હતી.