એલિસા હીલીએ 138 બોલમાં 26 ચોગ્ગાની મદદથી 170 રન બનાવ્યા હતા. આ મહિલા વન-ડે ક્રિકેટની ફાઇનલમાં રમાયેલી સૌથી મોટી ઇનિંગ્સ છે. ICC ઈવેન્ટમાં સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ એડમ ગિલક્રિસ્ટના નામે હતો. તેણે 2007 ફાઇનલમાં શ્રીલંકા સામે 149 રન બનાવ્યા હતા. તે સિવાય રિકી પોન્ટિંગે 2003માં ફાઇનલમાં ભારત સામે 140 રન બનાવ્યા હતા. એલિસા હીલીએ આ ટૂર્નામેન્ટમાં 509 રન બનાવ્યા છે. તે કોઈપણ મહિલા ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. એલિસા હીલીએ આ ઇનિંગમાં 26 ચોગ્ગા ફટકાર્યા હતા. વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ હીલીના નામે છે.