વિટામિન ડી આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે



તેની ઉણપથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ એવું જોવામાં આવ્યું છે કે ભારતમાં આ વિટામિનની ઉણપ મહિલાઓમાં વધુ થાય છે.



ગર્ભાવસ્થા અને બાળકની ડિલિવરી પછી સ્ત્રીઓમાં વિટામિન ડી, કેલ્શિયમ અને આયર્નની ઉણપ શરૂ થાય છે



નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ વિટામિન ડીની ઉણપ મહિલાઓમાં હાર્ટ ફેલ્યોર, હાર્ટ અટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધારે છે.



મોટાભાગે બંધ ઘરોમાં રહેવાથી મહિલાઓમાં વિટામિન ડીની ઉણપ વધી રહી છે.



શરીરમાં વિટામિન ડીના શોષણ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમની ઉણપ પણ વિટામિન ડીનું કારણ બને છે.



વિટામિન ડીની ઉણપને કારણે પણ વધુ પડતો થાક લાગે છે.વિટામિન ડીની ઉણપ રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે



વિટામિન ડીની ઉણપને કારણે હાડકા અને દાંત નબળા પડી જાય છે અને ઘણીવાર હાથ-પગના સાંધામાં દુખાવો રહે છે.



વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત સૂર્યના કિરણો છે, તેથી દરરોજ સવારે સૂર્યપ્રકાશમાં અડધો કલાક વિતાવો.



વિટામિન ડીથી ભરપૂર આહાર લો તમારા આહારમાં વધુ ઈંડા, માછલી અને દૂધનો સમાવેશ કરો.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો