અમદાવાદના મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન સામ સામે ટકરાશે પાકિસ્તાનની ગ્લેમર એન્કર ઝૈનબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી છે ઝૈનબે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારત અને હિંદુઓ વિરૂદ્ધ ઘણું ઝેર ઓક્યું હતું જેના કારણે તેણીને વર્લ્ડ કપનું કવરેજ કરતી અટકાવી પરત મોકલી દેવામાં આવી છે બીસીસીઆઇ અને આઇસીસીએ તેને વર્લ્ડ કપ 2023ના પ્રેઝન્ટર લિસ્ટમાંથી હટાવી દીધી હતી ઝૈનબે ભારત વિરુદ્ધ અનેક ટ્વિટ કર્યા હતા ગ્લેમરસ ઝૈનબ અબ્બાસ પાકિસ્તાનની ખૂબ જ લોકપ્રિય ટેલિવિઝન હોસ્ટ છે. ઝૈનબનો જન્મ લાહોરમાં થયો હતો પરંતુ તેણે ઇંગ્લેન્ડમાંથી અભ્યાસ કર્યો છે તેના પિતા નાસિર અબ્બાસ પણ ક્રિકેટર રહી ચુક્યા છે All Photo Credit: Instagram