જાપાન તેની આધુનિક ટેકનોલોજી માટે જાણીતું છે હવે જાપાનમાં વાઇન પાર્ક લોકોને આકર્ષિત કરી રહ્યો છે આ વાઇન પાર્ક જાપાનના હાકોનેમાં છે આ પાર્કમાં લોકો રેડ વાઇન બાથનો આનંદ ઉઠાવવા આવી રહ્યા છે અહીંયા પીવા માટે શરાબ તો નથી મળતો પણ લોકો શરાબમાં સ્નાનનો આનંદ માણે છે એવું કહેવાય છે કે વાઇનથી ત્વચાની ખૂબસુરતી વધે છે. તેથી આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે જાપાનના રાષ્ટ્રીય પર્યટન સંગઠન મુજબ, પાર્કમાં 3.6 મીટર ઉંચી વાઈનની બોટલ લાગેલી છે પાર્કમાં એક વાઇન શો પણ થાય છે, જેની મજા લેવા લોકો દૂર દૂરથી આવે છે શો દરમિયાન સ્ટાફ સ્નાન કરતાં લોકો પર વાઇનનો હળવો છંટકાવ કરે છે પાર્કમાં વોટર સ્લાઇડ્સ પણ છે અને લોકો પરિવાર સાથે રજા ગાળવા આવે છે