ચોથી સદીમાં વિશ્વનો પ્રથમ હીરો ભારતમાં મળ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે કયા દેશમાં સૌથી વધુ હીરા મળે છે? ચાલો જાણીએ વિશ્વમાં સૌથી વધુ હીરા રશિયામાં જોવા મળે છે રશિયા દર વર્ષે 40.1 મિલિયન કેરેટ હીરાનું ઉત્પાદન કરે છે રશિયા પાસે વિશ્વના 27 ટકા હીરા ભંડાર છે. વિશ્વની 10 સૌથી મોટી હીરાની ખાણોમાંથી 5 હીરાની ખાણો માત્ર રશિયામાં છે. રશિયા પછી, બોત્સ્વાનામાં સૌથી વધુ હીરા છે. અહીં દર વર્ષે 22.4 મિલિયન કેરેટ હીરાનું ઉત્પાદન થાય છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો હીરાના ઉત્પાદન સાથે સંકળાયેલા છે.