RBI રેપો રેટ 2023 માં 6.50 ટકા પર યથાવત છે ઊંચા રેપો રેટના કારણે લોકો પર હોમ લોન EMIનો બોજ વધી ગયો છે. જો તમે હોમ લોનની EMI ઘટાડવા માંગો છો તો તમે આ ટિપ્સ અપનાવી શકો છો. લાંબા ગાળાની લોન લેવાથી, માસિક હપ્તો ઓછો થશે. જો CIBIL નો સ્કોર 750 થી વધી જાય તો હોમ લોનના વ્યાજમાં ઘટાડો થાય છે. હોમ લોન લેતા પહેલા તમામ બેંકોના વ્યાજ દરોની તુલના કરો હોમ લોન ઓફર પર ધ્યાન આપો. વ્યાજ દરમાં થોડો તફાવત પણ EMIમાં મોટો તફાવત લાવી શકે છે. EMI બોજ ઘટાડવા માટે, તમારે લોનની રકમની વધુ ડાઉન પેમેન્ટ કરવી જોઈએ. આનાથી મુખ્ય રકમ ઘટશે અને હપ્તાનો બોજ ઘટશે.