છેલ્લા એક વર્ષમાં ચાંદીના ભાવમાં અદભૂત વધારો જોવા મળ્યો છે વળતરની બાબતમાં વ્હાઈટ મેટલે સેન્સેક્સ-નિફ્ટીને પાછળ રાખી દીધા છે છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સમાં 11.22 ટકાનો વધારો થયો છે જ્યારે નિફ્ટી 50 12.35 ટકા મજબૂત થયો છે આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં 14 ટકાનો વધારો થયો છે. આ રીતે ચાંદી રોકાણ માટે વધુ સારા વિકલ્પ તરીકે ઉભરી આવી છે. વાસ્તવમાં વૈકલ્પિક રોકાણ તરીકે ચાંદીની માંગ વધી રહી છે. હાલમાં ચાંદીની કિંમત 74 હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. છેલ્લા એક સપ્તાહમાં ભાવમાં લગભગ અઢી ટકાનો ઘટાડો થયો છે. ચાંદીની માંગ હજુ પણ વધી શકે છે